2 શમએલ 2 : 1 (GUV)
ત્યાર પછી એમ થયું કે દાઉદે યહોવાની સલાહ પૂછી, “શું હું યહૂદિયાના કોઈ નગરમાં જાઉં?” યહોવાએ તેને કહ્યું, “જા.” દાઉદે પૂછ્યું, “હું ક્યાં જાઉં?” તેમણે કહ્યું, “હેબ્રોનમાં.”
2 શમએલ 2 : 2 (GUV)
તેથી દાઉદ અને તેની બે સ્‍ત્રીઓ એટલે યિઝ્રએલી અહિનોઆમ તથા નાબાલ કાર્મેલીની વિધવા અબિગાઇલ, ત્યાં ગયાં.
2 શમએલ 2 : 3 (GUV)
અને તેની સાથેના માણસોને પણ પોતપોતાના કુટુંબ પરિવારસહિત દાઉદ તેઓને લઈ ગયો. તેઓ હેબ્રોનનાં નગરોમાં રહ્યાં.
2 શમએલ 2 : 4 (GUV)
અને યહૂદિયાના માણસો આવ્યા, ને ત્યાં તેઓએ દાઉદને યહૂદાના કુળ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો. તેઓએ દાઉદને એવા સમાચાર આપ્યા, શાઉલને દાટનાર તે યાબેશ-ગિલ્યાદના માણસો હતા.”
2 શમએલ 2 : 5 (GUV)
ત્યારે દાઉદે યાબેશ-ગિલ્યાદના માણસો પાસે હલકારા મોકલીને તેઓને કહાવ્યું, “યહોવા તમને આશિષ દો, કેમ કે તમે તમારા રાજા શાઉલ પર આવી કૃપા કરીને તેમને દાડ્યા છે.
2 શમએલ 2 : 6 (GUV)
હવે યહોવા તમારા પ્રત્યે કૃપા તથા સત્ય દેખાડો. વળી તમે એ કૃત્ય કર્યું છે, માટે હું પણ, તમને તમારી એ ભલાઈનો બદલો આપીશ.
2 શમએલ 2 : 7 (GUV)
માટે, હવે તમારા હાથ બળવાન થાઓ, ને તમે શૂરવીર થાઓ; કેમ કે તમારા રાજા શાઉલ મરણ પામ્યા છે, ને વળી યહૂદાના કુળે પોતા પર રાજા તરીકે મને અભિષિક્ત કર્યો છે.”
2 શમએલ 2 : 8 (GUV)
હવે શાઉલનો સેનાપતિ, નેરનો દિકરો આબ્નેર શાઉલના દિકરા ઈશ-બોશેથને લઈને માહનાઈમમાં જતો રહ્યો હતો.
2 શમએલ 2 : 9 (GUV)
તેણે ઈશ-બોશેથને ગિલ્યાદ પર, આશેરીઓ પર, યિઝ્રએલ પર, એફ્રાઈમ પર, બિન્યામીન પર તથા સર્વ ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો.
2 શમએલ 2 : 10 (GUV)
(શાઉલનો દિકરો ઈશ-બોશેથ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો, ને તેણે બે વર્ષ રાજ કર્યું.) પણ યહૂદાનું કુળ તો દાઉદને તાબે રહ્યું.
2 શમએલ 2 : 11 (GUV)
યહૂદાનું કુળ પર હેબ્રોનમાં દાઉદ રાજા તરીકે રહ્યો તે સમય સાત વર્ષ ને છ માસ સુધીનો હતો.
2 શમએલ 2 : 12 (GUV)
નેરનો દિકરો આબ્નેર તથા શાઉલના દિકરા ઈશ-બોશેથના ચાકરો માહનાઈમથી નીકળીને ગિબ્યોનમાં ગયા,
2 શમએલ 2 : 13 (GUV)
અને સરૂયાનો દિકરો યોઆબ તથા દાઉદના ચાકરો ચાલી નીકળીને ગિબ્યોનના તળાવ પાસે તેઓને મળ્યા; અને એક ટુકડી તળાવની આ પારે, ને બીજી ટુકડી તળાવની પેલી પાર એમ તેઓ બેઠા.
2 શમએલ 2 : 14 (GUV)
અને આબ્નેરે યોઆબને કહ્યું, “કૃપા કરીને જુવાનોને ઊઠીને આપણી આગળ કંઈ ગમત કરવા દે.” યોઆબે કહ્યું, “તેઓ ભલે ઊઠે.”
2 શમએલ 2 : 15 (GUV)
ત્યારે તેઓ [સરખી] સંખ્યામાં ઊઠીને સામી બાજુએ ગયા; એટલે બિન્યામીન તરફથી તથા શાઉલના દિકરા ઈશ-બોશેથ તરફથી બાર, ને દાઉદના ચાકરોમાંથી બાર.
2 શમએલ 2 : 16 (GUV)
તેઓમાંના પ્રત્યેક માણસે તેના સાથીનું ડોકું પકડીને પોતાની તરવાર તેના સાથીની કૂખમાં ભોકી દીધી; અને તે બધા સાથે નીચે પડ્યા; માટે તે જગાનું નામ હેલ્કાથ-હાસ્‍સુરીમ પડ્યું, તે ગિબ્યોનમાં છે.
2 શમએલ 2 : 17 (GUV)
અને તે દિવસે ઘણું ઉગ્ર યુદ્ધ મચ્યું; અને આબ્નેર તથા ઇઝરાયલના માણસો દાઉદના ચાકરોથી પરાજિત થયા.
2 શમએલ 2 : 18 (GUV)
અને સરુયાના ત્રણ દિકરા એટલે યોઆબ, અબિશાય તથા અસાહેલ ત્યાં હતા. અસાહેલ રાની હરણ જેવો પગનો ચપળ હતો.
2 શમએલ 2 : 19 (GUV)
અસાહેલ આબ્નેરની પાછળ પડ્યો; અને આબ્નેરની પાછળ દોડતાં તે જમણી કે ડાબી તરફ વળ્યો નહિ.
2 શમએલ 2 : 20 (GUV)
ત્યારે આબ્નેર પાછળ નજર કરીને કહ્યું, “અસાહેલ, એ શું તું છે?” તેણે ઉત્તર આપ્યો, “હા હું છું.”
2 શમએલ 2 : 21 (GUV)
આબ્નેરે તેને કહ્યું, “તારી જમણી કે ડાબી બાજુએ ફરી જા, ને જુવાનોમાંથી એકને પકડીને તેનાં શસ્‍ત્ર લે.” પણ અસાહેલ તેની પાછળથી મરડાયો નહિ.
2 શમએલ 2 : 22 (GUV)
આબ્નેરે ફરીથી અસાહેલને કહ્યું, “મારી પાછળ લાગવાથી તું આડો અવળો ફરી જા; શા માટે તું મારે હાથે જમીનદોસ્ત થવા માગે છે? જો એમ થાય તો હું તારા ભાઈ યોઆબને શી રીતે મારું મોં દેખાડું?”
2 શમએલ 2 : 23 (GUV)
પણ તેણે બાજુ પર ફરી જવાનું માન્યું જ નહિ; તેથી આબ્નેરે ભાલાના દાંડાનો ગોદો તેના પેટમાં એવો માર્યો કે ભાલો તેની પીઠ પાછળ નીકળ્યો; અને તે ત્યાં જ પડીને મરણ પામ્યો. અને એમ થયું કે અસાહેલ પડીને મરણ પામ્યો હતો તે જગાએ જેટલા માણસો આવ્યા, તે ત્યાં જ ઊભા રહ્યા.
2 શમએલ 2 : 24 (GUV)
પણ યોઆબ તથા અબિશાય આબ્નેરની પછવાડે પડ્યા; અને આમ્મા પર્વત કે, જે ગિબ્યોનના રાનના માર્ગે ગીયાહ આગળ છે, ત્યાં તેઓ પહોંચ્ય, ત્યારે સૂર્યાસ્ત થયો.
2 શમએલ 2 : 25 (GUV)
બિન્યામીનપુત્રો આબ્નેરની પાછળ એકત્ર થયા, ને એક ટોળી બનીને તેઓ એક પર્વતના શિખર પર ઊભા રહ્યા.
2 શમએલ 2 : 26 (GUV)
ત્યારે આબ્નેરે યોઆબને હાંક મારીને કહ્યું, “શું તરવાર સદા સંહાર કર્યા કરેશે? શું તું જાણતો નથી કે એનું પરિણામ તો કડવું જ આવશે? ત્યારે લોકોને પોતાના ભાઈઓની પાછળ પડવાથી પાછા ફરવાનો હુકમ કરવાને તું ક્યાં સુધી વિલંબ કરીશ?”
2 શમએલ 2 : 27 (GUV)
યોઆબે કહ્યું, “જીવતા ઈશ્વરના સમ, જો તું બોલ્યો ન હોત તો આ લોકોએ છેક સવાર સુધી પોતાના ભાઈઓનો પીછો પકડે રાખ્યો હોત.”
2 શમએલ 2 : 28 (GUV)
પછી યોઆબે રણશિંગડું વગાડ્યું, એટલે સર્વ લોકો ઊભા રહ્યા, અને ઇઝરાયલની પાછળ પડતાં અટક્યા, ને તેઓએ લડવું બંધ કર્યું.
2 શમએલ 2 : 29 (GUV)
અને આબ્નેર તથા તેના માણસો તે આખી રાત અરાબામાં થઈને ચાલ્યા, અને યર્દન ઊતરીને તથા આખું બિથ્રોન ઓળંગીને તેઓ માહનાઈમ પહોંચ્યા.
2 શમએલ 2 : 30 (GUV)
અને યોઆબ આબ્નેરની પાછળ પડવાથી પાછો ફર્યો. તેણે સર્વ લોકોને એક્ત્ર કર્યા, ત્યારે દાઉદના ચાકરોમાંથી ઓગણીસ માણસ તથા અસાહેલ ઓછા માલૂમ પડ્યા.
2 શમએલ 2 : 31 (GUV)
પણ દાઉદના ચાકરોએ બિન્યામીનના તથા આબ્નેરના માણસોને એવા માર્યા કે તેઓમાંના ત્રણસો ને સાઠ માણસો મરી ગયા.
2 શમએલ 2 : 32 (GUV)
તેઓએ અસાહેલને ઊંચકી જઈને તેને બેથલેહેમમાંની તેના પિતાની કબરમાં દાટ્યો. યોઆબ તથા તેના માણસો આખી રાત ચાલ્યા, ને હેબ્રોન પહોંચતા સૂર્યોદય થયો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32

BG:

Opacity:

Color:


Size:


Font: